Android ફોન ખોવાઈ જવા અથવા ચોરી થવા પર આ રીતે GPay એકાઉન્ટ કરો ડિલીટ

Android ફોન ચોરી થવા પર આ રીતે GPay એકાઉન્ટ સુરક્ષિત કરો, જાણો સમગ્ર રીત.

Android ફોન ખોવાઈ જવા અથવા ચોરી થવા પર આ રીતે GPay એકાઉન્ટ કરો ડિલીટ

નવી દિલ્લીઃ ઈન્ટરનેટનો ઉપયોગ વધવાથી હવે ઘણી બધી વસ્તુઓ સ્માર્ટફોનથી જ થાય છે. હવે તમે તમારી બેંકમાંથી કોઈને પણ પૈસા ટ્રાન્સફર કરવા માટે સ્માર્ટફોનનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે તમે GPay જેવી એપ્સની મદદ લઈ શકો છો. જો કે, ફોન ખોવાઈ જવાના કિસ્સામાં, તમારું GPay એકાઉન્ટ ખોટા હાથમાં જઈ શકે છે અને નુકસાન થઈ શકે છે. જો કે, પેમેન્ટ આધારિત ટેક કંપનીઓ વપરાશકર્તાઓ માટે વધારાની સુરક્ષા ઓફર કરે છે. આની મદદથી તેઓ એપ માટે પાસકોડ સેટ કરી શકે છે. સુરક્ષા માટે લોકો ફોનમાં સ્ક્રીન લોકનો પણ ઉપયોગ કરે છે. પરંતુ, હેકર્સ તેને સરળતાથી બાયપાસ કરે છે.

આવી સ્થિતિમાં, અમે તમને અહીં તે પ્રક્રિયા વિશે જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમે તમારા Android ફોનમાંથી GPay એકાઉન્ટને રિમોટલી ડિલીટ કરી શકો છો. તો ચાલો પહેલા GPay એકાઉન્ટ વિશે વાત કરીએ. જો તમારો એન્ડ્રોઈડ ફોન ખોવાઈ જાય છે, તો તમારે પહેલા તમારા બીજા ફોનમાંથી 1800 419 0157 નંબર ડાયલ કરવો પડશે.

ત્યારપછી તમારે other issuesનો વિકલ્પ પસંદ કરવો પડશે. ત્યારબાદ તમારો કોલ કસ્ટમર કેર એજન્ટ સાથે કનેક્ટ થઈ જશે. તેઓ તમને Google એકાઉન્ટને બ્લોક કરવામાં મદદ કરશે. આ માટે તમારે તમારું રજિસ્ટર્ડ ગૂગલ એકાઉન્ટ અને મોબાઈલ નંબર વેરિફાઈ કરવાનો રહેશે.

આ સિવાય તમે વૈકલ્પિક પદ્ધતિ પણ અજમાવી શકો છો. આની મદદથી તમે તમારા એન્ડ્રોઈડ એકાઉન્ટમાંથી તમામ ડેટા રિમોટલી ઈરેઝ કરી શકો છો. આ માટે તમારે બ્રાઉઝરમાં android.com/find ઓપન કરવાનું રહેશે. આ પછી તમારે તમારા Google એકાઉન્ટમાં સાઈન ઈન કરવું પડશે.

Google Find My Deviceમાં, તમે Play Sound, Secure Device અને Erase Device માટેના વિકલ્પો જોઈ શક્શો. આમાં તમારે ઈરેઝ ડિવાઈસનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. તે પછી નીચે સ્ક્રોલ કરો અને Erase Device પર ક્લિક કરો. તમારા ફોન પરનો તમામ ડેટા રિમોટલી ડિલીટ થઈ જશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news